સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાનો ગુમ થયેલ પરિવારના મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યા
ફાઇલ તસવીર
Ⓜ️સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાનો ગુમ થયેલ પરિવારના મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યાⓂ️સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસે શોધી કાઢ્યુ
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાના પરિવારના મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યા છે. 1 માર્ચે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીહાળ્યા બાદ આ પરિવાર ગુમ થયો હતો જે બાદ તેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી. પાંચ વ્યક્તિના મૃતદેહ ડભોઇ પાસેની નર્મદાની કેનાલમાંથી મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ video પણ જુઓ:-
https://youtu.be/WDkghy0rBgY
વડોદરાના નવાપુરાનો પરિવાર 1 માર્ચે રવિવારના દિવસે કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યુ હતું. તે બાદ આખો પરિવાર અચાનક ગાયબ થઇ જતા તેમના પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. વડોદરાથી કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા.ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરવા કેવડિયા આવી પહોંચ્યા હતા.અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીમાં CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે ત્યાંથી પરત જતા નજરે પડી હતી.બીજે દિવસે સવારે સીસીટીવી ફુટેજ ચેક કરતા એ કાર ગરુડેશ્વર તાલુકાના ભાદરવા ગામ પાસેની ક્રિષ્ના હોટેલમાં દેખાઈ હતી.દરમિયાન ત્યાંથી આગળ વધતા વધતા પોલીસ ટીમે ડભોઈથી વડોદરા જતા રસ્તામાં આવતા તમામ પેટ્રોલ પંપ, હોટેલો, દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ પરિવાર ડભોઈ વગાની જયવીર હોટેલમાં જમવા ઉભા રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ પરિવારનું છેલ્લું લોકેશન ડભોઈ તળાવ પાસેનું બતાવતું હતું.
તસવીર, રીપોર્ટ:- જ્યોતિ જગતાપ , રાજપીપલા
NEWS KM
#manishkansara
OWNER
6352918965



No comments:
Post a Comment