નાંદોદ તાલુકાના ભદામ ગામના ધોરણ-10ની પરીક્ષા આપવા જતા બે વિદ્યાર્થીઓની બાઇકને નડેલો અકસ્માત એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મોત, બીજાની હાલત ગંભીર.
Ⓜ️નર્મદા જિલ્લામાં આજથી શરૂ થયેલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને નડેલ અકસ્માત નું ગ્રહણ.
નાંદોદ તાલુકાના ભદામ ગામના ધોરણ-10ની પરીક્ષા આપવા જતા બે વિદ્યાર્થીઓની બાઇકને નડેલો અકસ્માત એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મોત, બીજાની હાલત ગંભીર.
Ⓜ️ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયો.
Ⓜ️માંગરોલ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે જવા નીકળેલા બંને બાઇક સવારને નડેલ અકસ્માત થી શિક્ષણ જગતમાં કરૂણાંતિકા સર્જાઈ.
Ⓜ️મજુરી કરનાર માતા-પિતાનો લાડકવાયો દીકરો, નવીન વસાવાને મજૂરી ન કરવા દેવી પડે તે માટે ભણાવતા હતા માતા પિતા.
Ⓜ️નવીન ના ઘરે કલ્પાંતના દ્રશ્યો તો બચી ગયેલ ધ્રુવીનને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવતા પરીક્ષાનું પેપર છૂટી ગયેલ, વિદ્યાર્થીના માતા - પિતા ચિંતિત.
રાજપીપળા: આજથી નર્મદા જિલ્લામાં ધોરણ 10 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી ત્યારે પરીક્ષાના પહેલે જ દિવસે પરીક્ષાને અકસ્માત નું ગ્રહણ નડ્યું હતું. જેમાં નાંદોદ તાલુકાના ભદામ ગામના ધોરણ-10ની પરીક્ષા આપવા જતાં બે વિદ્યાર્થીઓની બાઇકને ગુવાર ગામ પાસે અકસ્માત નડતા પરીક્ષા આપવા જનાર એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજા થતાં તેની હાલત ગંભીર જણાતા તેને 108 દ્વારા તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bknews.blogspot.com/2020/03/blog-post.html
બનાવની વિગતો અનુસાર રાજપીપળા નજીક આવેલ ભદામ ગામના બે વિદ્યાર્થીઓ નવીનભાઈ સુખાભાઈ વસાવા અને ધ્રુવીન રાજેશ વસાવા બંને વિદ્યાર્થીઓ ભદામ ગામની વલ્લભ નિકેતન વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા. જેમનો નંબર શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં હોય માંગરોલના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા નીકળ્યા હતા. માતા પિતાના આશીર્વાદ મેળવીને બંને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સવારે સમયસર બાઈક ઉપર માંગરોલ જવા નીકળ્યા હતા, ત્યારે ભદામથી મંગરોલ જતાં ગુવાર ગામ પાસે તેની બાઈક સ્લીપ થઈ જતા બાઇક પરથી બંને વિધાર્થીઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં પાછળ બેસનાર નવીન વસાવાને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇકચાલક ધ્રુવીન વસાવાને પણ ગંભીર ઇજા થતાં તેને રાજપીપળા સિવિલમાં ખસેડાયા હતા, ભદામ અને માંગરોલ ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ Video પણ જુઓ:-
https://youtu.be/WDkghy0rBgY
મરનાર નવીન વસાવાના મૃતદેહને રાજપીપળા સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા.
ઘટના સ્થળે પોલીસ પહોંચી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
NEWS KM
#manishkansara
OWNER
Manish Kansara
6352918965



No comments:
Post a Comment